Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

જકાતનું ફરજિયાત કાર્ય

 

જકાતનું ફરજિયાત કાર્ય, જે મુસ્લિમોની શિક્ષા અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે

અજાણ્યા અને શંકાસ્પદ મદરસા અને સંસ્થાઓને જકાત આપતી વખતે સાવધાની રાખો

રમઝાનનો પવિત્ર મહિનો ઉદારતા અને દાનશીલતાનું પ્રતીક છે. આ મહિનામાં જકાત અને દાનનું મહત્વ ખૂબ જ ઊંચું છે. પવિત્ર કુરઆનમાં ઈમાન અને નમાઝ સાથે ઘણીવાર જકાતના મહત્વનો ઉલ્લેખ થયો છે. કુરઆનમાં લખેલું છે:

"વફી અમવાલિહિમ હક્કુલ્લિસ્સાયિલી વલમહરૂમ" (અઝ્જારિયાત: 19)

અથાર્ત, ધનિકોના ધનમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો પણ હક છે.


આથી, જેઓ ધનિક છે અને નિશ્ચિત નાણા ધરાવે છે, એમને જકાત આપવી ફરજિયાત છે, જેમકે નમાઝ ફરજ છે. ખાસ કરીને રમઝાન મહિનામાં એક નેકીનો સવાબ સત્તર ગણો વધે છે, તેથી લોકો રમઝાનમાં જકાત આપવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ, જકાત આપતી વખતે એનું ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિને જકાત આપી રહ્યા છીએ તે ખરેખર હકદાર છે કે નહીં. આજે ઘણા શંકાસ્પદ અને અજાણ્યા મદરસા અને સંસ્થાઓ ફક્ત નાણાં એકત્ર કરવા માટે કામ કરે છે, અને જકાતના નાણાં ખરેખર જરૂરિયાતમંદોને પહોંચે છે કે નહીં, તે તપાસવું ખૂબ જ મહત્વનું છે.

જકાત આપવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ:

1. સૌપ્રથમ પોતાનાં ગરીબ સગાં-સંબંધી અને જરૂરિયાતમંદ લોકોને જકાત આપવી જોઈએ.

2. જો મદરસા અથવા સંસ્થા માટે જકાત આપી રહ્યા હો, તો તેની ઓળખ અને નીતિઓની ખાતરી કરો.

3. માત્ર નામમાત્ર મદરસાઓ અને શંકાસ્પદ સંસ્થાઓને જકાત ન આપો.

4. આધુનિક શિક્ષણ અને દિનિયાતનું સંયોજન ધરાવતા મદરસાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.

5. સંસ્થાના વ્યવસ્થાપન, શૈક્ષણિક ધોરણ અને પારદર્શકતાનું મૂલ્યાંકન કરી જકાત આપવી જોઈએ.

6. શ્રેષ્ઠ અને અધિકારીક મદરસા અને સંસ્થાઓ વગેરે જેમની વિશ્વસનીયતા અને સિદ્ધિઓ

             જાણીતી છે.

જકાત માટે અન્ય મહત્વના ક્ષેત્રો:

• ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

• આધુનિક શિક્ષણ સાથે સંયુક્ત ઇસ્લામિક હોસ્ટેલની સ્થાપના

• સમાજ સેવી સંસ્થાઓને જકાતના નાણાં આપવા જોઈએ, જે ખરેખર ગરીબોની મદદ કરે

જકાત આપો ત્યારે સાચી ચકાસણી અને સાચા હકદારની પસંદગી કરવી જરૂરી છે, નહીતર આપની જકાત વ્યર્થ જતી રહેશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ